Tuesday, June 14, 2011

વતનન્યુઝને એક ઈમૈલ

વતનન્યુઝને એક ઈમૈલ! - http://vatannews.com
વતનન્યુઝના લેખ સારા કામને પણ ખરાબ ચીતરે છે.

આ છે તેમના એક લેખ ઉપર તેમને લખેલો મારો ઈમૈલ.

##############################################
નમસ્તે,

તમને એક ખુબ સરસ સમાચારપત્ર, નિયમિતપણે ચલાવવા માટે મારા અભિનંદન!

મેં વતનમાં એક લેખ, મોટાભાગે તંત્રીલેખ, વાંચ્યો. આ બાબતે થોડી વાતો ઉપર ધ્યાન દોરવાનું મન થાય છે.
લેખ: http://vatannews.com/CurrentIssue/060311/3.pdf - સંસ્કૃતિના નામે આરએસએસનું અભિયાન.

આ લેખમાં તમે માહિતીતો પૂરી આપી છે પણ, દ્રષ્ટિકોણ ખોટો છે.

તમે એ વાત માની કે મેઘાલયમાં ધર્મપરિવર્તન ખુબ મોટું દુષણ છે, પણ એના કારણો તો ઠીક, એના પરિણામો પણ નથી લખ્યાં.
સંઘ શું કરે છે વિદ્યાર્થીઓ સાથે તે લખ્યું પણ જો એ વિધાર્થીઓને મેઘાલયમાં જ રાખ્યા હોત તો એમનું ભવિષ્ય શું હોત તે નથી લખ્યું.

મેઘાલયની સ્થિતિ એટલી ખરાબ છે કે હવે ત્યાં ભારત સાથે છૂટાછેડા લેવાની વાતો શરુ કર્યાને પણ ઘણા વર્ષો થઇ ગયા. જો ભારતને એક રહેવું હશે તો હિંદુ સંસ્કૃતિ શીખવી પડશે.
તમે ચિંતા વ્યક્ત કરો છો કે બાળકોનું શું થશે, પણ તમે એકવાર ત્યાં જાઈ આવો, અને પછી મને કહો કે શું તમે એ બાળકોના વાલી હોત તો પોતાને અને એમને, એમના ભવિષ્યને બચાવવા, ભારતની શાંત જગ્યાએ ના મોકલ્યા હોત એમને? મેઘાલયમાં હિંદુ બનીને રહેવાવાળાને જીવ ખોટા વાર નથી લાગતી!

સંઘની સંસ્થાઓની વાત કરી છે તમે, ઓરિસ્સામાં સંઘની સંસ્થાઓની શાળાઓમાંથી એકથી એક હોશિયાર છોકરાઓ તૈયાર થઈને નીકળે છે એ તમને ખબર છે? http://www.indianexpress.com/news/sangh-schools-score-high-in-orissa/483926/0
સંઘની સંસ્થાઓ પાયાનું ભણતર આપે છે, એમને તમારી ક્રેડીટની કોઈ જરૂર નથી, પણ મારી વિનંતી એ છે કે તમે ખોટી વાતો તો ના ફેલાવો!

કોઈને પણ દોષી કહેવું કે નીચા ઉતરવું સહેલું છે પણ તમે શું સારા કામની પ્રશંસા કરો છો? http://www.youtube.com/watch?v=jGsJTZDsqkI

તમારો વાંચક.
##############################################

No comments:

Post a Comment